સાલુ આવું કેમ ?
૧૪ જાન્યુઆરી અને શનિવારે ઉત્તરાયણ છે.ગળા કપાવાના,રોડ અકસ્માત અને અન્ય ઘણા અકસ્માતની સિઝન શરૂ થઈ ચૂકી છે ત્યાંરે રોડ પર પતંગ પકડતા છોકરાઓ વ્હિકલ સાથે અથડાય તો વાંક વાહન ચાલકનો જ કેમ ? વાહન ચાલકને અકસ્માતની જગ્યાએ જ વાહન છોડીને કેમ ભાગવું પડે ? રોડ વ્હિકલ માટે જ હોય છે ને ! તો પતંગ પકડતા છોકરાઓ અડફેટમાં આવે તો ગુનો વાહન ચાલક સામે કેમ નોંધાય ? વાહન ચાલકનું ગળુ કપાઈ ત્યાંરે તો કોઈ ઠોલો પતંગ ચગાવનારને શોધવા નથી જતો ! આવું કેમ ?
ઉત્તરાયણ તો દૂરની વાત.આમ દિવસોમાં ઝીબ્રા કોર્સીંગ પર લોકો વ્હિકલમાં અથડાતા હોય છે.અને ભારતમાં ઝીબ્રા જેવ કોઈ ક્રોસીંગ હોતુ જ નથી.હોય તો પણ લગભગ ૭૦% લોકો નહીં જાણતા હોય નિયમો.૩૦% જાણતા હોય તેમાંથી પણ ૯૦%ને નિયમો ભંગ કરવામાં ભારતીયતા અનુભવતા હોય છે.જોકે વાંક સંપૂર્ણ તેઓનો નથી.વાહન ચાલકનો પણ એટલો જ વાંક હોય છે.સિગ્નલ બંધ હોય તો પણ ઠોલાજી સામે જોઈને લિવર ફરાવતા હોય છે.
અહી ટોટલી ઉલ્ટુ છે.ઝીબ્રા ક્રોસીંગ વાળા વાહન ચાલકોને જોવે છે (કોઈ વાહન ન આવતું હોય તો તડીપાર થઈ જઈએ ) અને વાહન વાળા ઝિબ્રા ક્રોસીંગને (કોઈ ન પસાર થતુ હોય તો આપણે મૂર્હત કરીએ )
સાલુ આવું કેમ ?
રાજકોટ પ્રવેશ,ગંદકી અને બીજુ
અટલી બધી ગંદકી ? સુરત એકંદરે સારુ હતુ યાર.ઠેર ઠેર ગાયો અને સાંઢના ટોળાઓ રસ્તા પર બેઠેલા અને તેમના ચરકથી પવિત્ર રસ્તાઓ.ક્યાં ગયા ગૌ સેવકો ? ટ્રાફિક,રસ્તાઓ,પાણી,વિજળી વગેરે સેવાઓ મને પસંદ પડી નથી. તદ્દન નોનસેન્સ ટ્રાફિક.વર્ષો જુની પાણીની સમસ્યા યથાવત્.સુરતમા ચાર વર્ષે એક વખત પૂર આવતું.અહી વિજળી પણ અનિયમિત.કોઈ સારો મિત્ર હજુ સુધી મળ્યો નથી રાજકોટમાં.સર્ચ એન્જિનનો ઉપયોગ કરતા એક પોસ્ટ મળી આવી.
બાકી બધુ અનુભવ થાય પછી કહી શકાય.
बीत गई सो बात गई ! પણ…
….મારી વાતો ભૂત અને ભાવિમાં પણ લખાયેલી રહેશે
.
Click here to see the complete report.
નવાઈની વાત ૨૦૧૧ => (રાત્રે) ૧૦ ડિગ્રી સેલ્સિઅસમાં પણ રાજકોટીયનો રસગોલા (બરફ ગોલા) જાપટે છે.
અને હા. નવા વર્ષની શુભેચ્છાઓ !!!
સેક્સ પાપ નથી.
સંદેશના કટાર લેખક ડૉ.રાજશેખર બ્રહ્મભટ્ટનો આર્ટિકલ વાંચવા જેવો છે.સીધી સાદી સરળ ભાષામાં સરસ લખ્યું છે.ગમ્યુ એટલે વહેચ્યું
પૂર્ણ વિરામની શોધ
ગૂગલ સર્ચ એન્જિન પર let it snow સર્ચ કરતા બરફવર્ષાનો લ્હાવો લઈ શકો છો. વિચાર આવ્યો કે પૂર્ણ વિરામ (.) સર્ચ કરતા કેટલા રિઝલ્ટ મળશે ! સર્ચ કરતા ૧,૧૬૦,૦૦૦,૦૦૦ પરિણામ મળ્યા
. વગેરે ચિન્હો સર્ચ કરતા મળેલા રિઝલ્ટનો લ્હાવો માણી શકો છો
.
બાય બાય સુરત
હવેથી (અ)મારુ નવું ઠેકાણું રંગીલુ રાજકોટ. હંમેશ માટે સુરત છોડી રાજકોટને કર્મભૂમિ બનાવી છે.રાજકોટમાં તદ્દન નવો તો નથી જ.સુરતની આલુપુરી અને લોચો મિસ કરીશ.ઉત્તરાયણ સુરતમાં જ કરવાની છે,રાજકોટ ની ચાલે ઉત્તરાયણ માટે. અને હા ! ગાળ તો બહું જ મિસ કરવામાં આવશે
.ક્યાંક વાંચ્યુ હતુ – ભટકતી પ્રજા વધુ સુખી હોય છે
.
ખર્ચાળભાવના
ની સમજ પડી ? સદભાવનાની વાત કરુ છું #%$#@%#$
. સુરતમાં સદભાવના માટે એટલો બધો ખર્ચો કરવામાં આવ્યો છે કે એને ‘ખર્ચાળભાવના’ કહેવામાં કોઈ આચકો ની આવે.આજથી ૩ દિવસ સુધી સુરત ખાખીધારી છાવણીમાં ફેરવાય જશે.મોદી દિશા ભટકી રહ્યા છે એવું નથી લાગતુ !!! હમ્મ્મ મિશન ૨૦૧૪ ? ઓકે ઓકે ! સબકા સપના મેની મની
જનેતા બની જમ
ગઈ કાલે (અ)મારા વિસ્તારમાં અને મારા ઘરની તદ્દન પાછળના એપાર્ટમેન્ટમાં એક હ્રદયદ્રવ્ય ઘટના બની ગઈ. લોકો જિંદગીથી કેવીરીતે તંગ આવી જાય છે તેનું એક ઉદાહરણ છે.ડિપ્રેશનનું કેન્સર બ્લડ કેન્સર કરતા પણ ખતરનાક છે, પોતે પણ મરે અને સાથે બીજાને પણ મારે.આખી ઘટના વિશે અહી વાંચી શકો છો.
લગ્ન છે કે ધીંગાણું ?
પોસ્ટનું મથાળુ ગુજરાતી હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયાની એક સીડીનું નામ છે. આજકાલની લગ્નની સીઝનમાં આ મથાળુ જામે.
લગ્નોમાં એક વસ્તુ મે નોંધી છે. અમિર પાર્ટીઓ લગ્નમાં પ્યોર દેશી બનવાની તથા સમગ્ર પ્રસંગને (જમણવાર અને પેગ પાર્ટી સિવાય) દેશી બનાવવાની કોશીશ કરતા હોય છે,કરે છે.જ્યાંરે મિડલ ક્લાસ કે ગરીબ વર્ગ વિદેશી બનવાની કોશિશ કરતા હોય છે,કરે છે. અમિર પાર્ટિઓ જાનમાં બળદ ગાડુ કે બાગી જેવું સાધન વરરાજા માટે રાખતા હોય છે જ્યાંરે મધ્યમ કે ગરીબ વર્ગ BMW, મર્સિડિઝ કે ઓડી જેવી કારોમાં બેસવાના સપના જોતા હોય છે (છેલ્લે મારુતી સુઝુકીની કારમાં બેસવું પડે).સાલુ બાઈકનો ટ્રેડ પણ હોવો જોઇએ
. ખેર ! આવું જોવામાં આવું છે એટલે બ્લૉગમાં પોસ્ટ કરી દીધી. અને હા ! અમિરો માટે ‘પાર્ટી’ અને ગરીબ અને મિડલ ક્લાસ માટે ‘વર્ગ’ શબ્દ કેમ વપરાતો હશે !
